ટીપુ સુલતાનનું યુકેના પાઉવીસ કિલ્લા સાથે શું કનેક્શન છે?
પ્રકાશિત
ટીપુ સુલતાનને ટાઇગર ઑફ મૈસુર તરીકે ઓળખવામાં આવતા હતા. તેમના શાસનકાળ દરમિયાન તેઓ જીવતી દંતકથા તરીકે ઓળખાતા હતા અને આજે પણ ભારતના પ્રખ્યાત શાસકોમાં તેમનું નામ લેવાય છે.
18મી સદીમાં તેમણે દક્ષિણ ભારતમાં મજબૂત રીતે બ્રિટિશરાજનો વિરોધ કર્યો હતો.
1799માં ટીપુ સુલતાન હાર્યા એ પછી બ્રિટિશરાજ આખરે મૈસૂરને કબજે કરી શક્યું.
ટીપુ સુલતાનના મૃત્યુ બાદ બ્રિટિશરાજમાં તેમનો ખજાનો લૂંટી લેવામાં આવ્યો અને ઘણી વસ્તુઓ બ્રિટનમાં ભેટ તરીકે મોકલવામાં હતી, જે યુકેના વૅલ્સના 13મી સદીના પાઉવીસ કિલ્લામાં જોવા મળે છે.
જુઓ બીબીસી સંવાદદાતા ગગન સભરવાલનો આ અહેવાલ.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો