ગઢચિરોલી : જ્યાં પુરૂષો ડરે છે એવા નક્સલગ્રસ્ત વિસ્તારનાં મહિલા ડ્રાઇવરની કહાણી
ગઢચિરોલી નામ મોટા ભાગે સમાચારોમાં ‘નક્સલવાદીઓ અને સુરક્ષાદળોની અથડામણ’ એ ઉલ્લેખ સાથે જ જોવા મળે છે પણ આ વિસ્તારમાં એક અનોખા ડ્રાઇવર પણ વસે છે જેઓ અનેક મહિલાઓ માટે પ્રેરણા બન્યાં છે.
કિરણ કુરમાવર ગઢચિરોલી નક્સલ પ્રભાવિત ગઢચિરોલીનાં પહેલાં મહિલા ડ્રાઇવર છે.
કિરણ કહે છે, "પહેલાં મારા ગામના લોકોને નવાઈ નથી લાગતી પરંતુ બીજા ગામના લોકો કહે છે, અરે છોકરી ડ્રાઇવિંગ કરે છે."
"તેમને ડર છે કે હું કદાચ અકસ્માત કરીશ. તેથી તેઓ મારી ગાડીમાં બેસતા અચકાય છે. તેમને મારા પર વિશ્વાસ નથી."
"શરૂઆતના બે-ત્રણ મહિના માત્ર મારા ગામના લોકો જ મારી ગાડીમાં બેસતા. તેથી હું તેમને જ મુસાફરી કરાવતી."
"ધીમે-ધીમે અન્ય ગામના લોકો મારા પર વિશ્વાસ કરવા લાગ્યા. હવે તેમને મારા પર વિશ્વાસ છે. એમ કહો કે પુરુષ ડ્રાઇવર કરતાં મારા પર વધારે વિશ્વાસ છે."
કિરણ એવા વિસ્તારમાં કામ કરે છે જ્યાં મહિલાઓ માટે ભણવું કે આગળ વધવું સપનાસમાન છે.
કિરણની સમગ્ર કહાણી જુઓ વીડિયોમાં.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો