રાજકોટની હૉસ્પિટલમાં માર્યા ગયેલા દર્દીના પરિવારજનોની આપવીતી

પ્રકાશિત

રાજકોટ ઉદય શિવાનંદ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં લાગેલી આગે પાંચ દર્દીઓનો ભોગ લીધો છે. મૃતક પરિવારોએ આગની ઘટનાને હોસ્પિટલની બેદરકારી ગણાવી છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણી આગમાં મૃત્યુ પામેલા દર્દીઓ માટે દુખ વ્યક્ત કર્યું અને મૃતકોના પરિવારજનોને ચાર લાખની સહાયની જાહેરાત કરી છે.

હોસ્પિટલની મુલાકાતે પહોંચેલા રાજકોટના મેયરે આ ઘટનાને કુદરતી ઘટના ગણાવતા પીડિતો રોષે ભરાયા છે.

સુપ્રીમ કોર્ટે પણ આ મુદ્દે ગુજરાત સરકારને ફટકાર લગાવતા પૂછ્યું છે કે હોસ્પિટલ આગને કારણે દર્દીઓ મરી રહ્યા છે, ત્યારે સરકાર શું કરી રહી છે?

વીડિયો : બીપીન ટંકારિયા/સુમિત

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો