બધિરોની આ શાળાએ બાળકોની જિંદગી બદલી દીધી
પ્રકાશિત
'સાંકેતિક ભાષા શીખ્યાં બાદ હવે હું બધું જ સમજી શકું છું અને ભવિષ્યમાં ડૉક્ટર બનવા માગું છું.'
આ શબ્દો 14 વર્ષીય બાળકી એડનાના છે, જેઓ સાંભળી શકતાં નથી પણ સપનાં છે, જેને પાંખ આ સ્કૂલે આપી છે.
આફ્રિકાના મોગાદિશુમાં આ પહેલી શાળા છે, જે બધિર બાળકો માટે શરૂ કરવામાં આવી છે.
આ શાળાની સ્થાપના નહોતી થઈ, ત્યારે આ બાળકો પોતાના સમાજના લોકો સાથે વાતચીત કરવામાં પણ મુશ્કેલીનો અનુભવતાં હતાં.
પરંતુ હવે તેઓ વાત કરી શકે છે, શિક્ષણ મેળવી શકે છે અને સામાન્ય વ્યક્તિની જેમ જીવનમાં કંઈક કરવાનો પ્રયત્ન પણ કરી શકે છે.

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો