You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કર્ફ્યુની જાહેરાતે અમદાવાદનાં બજારોમાં કેવાં દૃશ્યો સર્જ્યાં?
ગુજરાતમાં દિવાળીના તહેવાર બાદ વધી રહેલા કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા માટે રાજ્ય સરકાર સર્તક બની છે.
શુક્રવારે મુખ્ય મંત્રીની અધ્ક્ષતામાં મળેલી બેઠક બાદ અમદાવાદની સાથોસાથ સુરત, વડોદરા અને રાજકોટમાં શનિવારથી રાત્રે 9 વાગ્યાથી 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યૂ લાગુ કરી દેવાયો છે.
જ્યાં સુધી સરકાર બીજો નિર્ણય જાહેર ન કરે ત્યાં સુધી આ કર્ફ્યુનો અમલ રહેશે.
જોકે, લોકોને ડર છે કે કર્ફ્યુ બાદ સરકાર લૉકડાઉન લાગુ કરી શકે છે. અલબત્ત, રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટ કર્યું છે કે લૉકડાઉન લાગુ કરવાનો સરકારનો કોઈ વિચાર નથી.
આમ છતાં લોકોમાં આશંકા સેવાઈ રહી છે અને તેને પગલે અમદાવાદનાં બજારોમાં મોટા પ્રમાણમાં લોકો ખરીદી માટે ઉમટી પડ્યા હતા.
જુઓ આ વીડિયો
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો