મોઘીદાટ ફૅશન બ્રાન્ડની સપ્લાયર ફૅકટરીઓમાં ભારતીય મહિલાઓનું શોષણ થાય છે?

પ્રકાશિત

પશ્ચિમના ફેશન આઉટલેટ માટે કપડાં બનાવતાં ભારતીય મહિલાઓની ખરાબ સ્થિતિમાં કામ કરવાની કહાણી નવી વાત નથી.

એવું લાગે છે કે આવું ફરી થઈ રહ્યું છે. બીબીસીની એક તપાસમાં ફેશન જાયન્ટ રાલ્ફ લૉરેનના સપ્લાયર્સને ત્યાં કપડાં બનાવતાં ભારતીય મહિલાઓની કામ કરવાની સ્થિતિ પર ધ્યાન કેન્દ્રિત કરાયું છે.

કંપનીએ કહ્યું છે કે તે તપાસ કરશે.

બીબીસીને કર્મચારીઓ પાસે વધારે કલાકો સુધી કામ કરાવાતું હોવાના અને બાથરૂમ જવાનો બ્રેક પણ ન અપાતો હોવાના પુરાવા મળ્યા બાદ, યુકે સુપરમાર્કેટ્સ ટેસ્કો, સેન્સબરીસ અને માર્ક્સ ઍન્ડ સ્પેન્સર કહે છે તેઓ પણ તેમના કામના સ્થળોની સ્થિતિની તપાસ કરશે.

જોઈએ બીબીસીનાં દક્ષિણ એશિયા સંવાદદાતા રજીની વિદ્યાનાથનનો આ અહેવાલ.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો