પેટાચૂંટણીમાં હાર કૉંગ્રેસની કબર પર આખરી ખીલો - વિજય રૂપાણી

વીડિયો કૅપ્શન, ગુજરાત પેટાચૂંટણી : કૉંગ્રેસની હાર પર વિજય રૂપાણી શું બોલ્યા?
પ્રકાશિત

ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો પર ત્રીજી નવેમ્બરે યોજાયેલી પેટાચૂંટણીની મતગણતરી ચાલી રહી છે અને ત્રણ બેઠકો પર ભાજપે વિજય મેળવી લીધો છે જ્યારે અન્ય પાંચ પર ભાજપ આગળ ચાલી રહ્યો છે.

સોમવારે હાથ ધરાયેલી મતગણતરીનાં પ્રારંભિક વલણોમાં મોરબીની એક બેઠક પર કૉંગ્રેસને લીડ મળી હતી. જોકે, બાદમાં ભાજપ અહીં પણ આગળ થઈ ગયો હતો.

ગુજરાતની આઠેય બેઠકો પર લીડ મળતાં પ્રદેશ ભાજપમાં ખૂશીનો માહોલ જોવા મળ્યો હતો અને અમદાવાદમાં ભાજપકાર્યાલયે મુખ્ય મંત્રી વિજય રૂપાણી અને પ્રદેશઅધ્યક્ષ સી.આર. પાટીલે પત્રકારપરિષદનું આયોજન કર્યું હતું.બીબીસીએ વિજય રૂપાણી સાથે ચૂંટણીમાં ભાજપની હાર અને લોકોના મુદ્દાઓ પર વાત કરી.વીડિયો: તેજસ વૈદ્ય, પવન જયસ્વાલ

કોરોના વાઇરસ ફર્નિચર

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો