You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
US ચૂંટણી : ડોનાલ્ડ ટ્રમ્પ જો હજુ હાર ન માને તો શું થશે?
પ્રકાશિત
બીબીસીના અનુમાન પ્રમાણે રાષ્ટ્રપતિપદની દોડમાં રિપબ્લિકન પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પને હરાવવા માટે જરૂરી 270 ઇલેક્ટોરલ વોટનો આંકડો જો બાઈડને પાર કરી દીધો છે. પરંતુ હવે શું થશે?
તેનો અર્થ એવો નથી કે જો બાઈડને તરત પોતાનો સામાન લઇને 1600 પેન્સિલ્વેનિયા એવન્યુ ખાતે આવેલા વ્હાઇટ હાઉસમાં રહેવા આવી જવાનું છે. વ્હાઇટ હાઉસમાં પ્રવેશતા પહેલાં હજી ઘણું બધું કરવાનું છે.
અમેરિકામાં ચૂંટણીની પ્રક્રિયા આમ તો સુમેળપૂર્વક પૂરી થતી હોય છે, પરંતુ આ વખતે મામલો ગૂંચવાયો છે. ચૂંટણીમાં મતગણતરી અંગે ટ્રમ્પ કાનૂની પડકાર આપવા જઈ રહ્યા છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો