અમેરિકાની ચૂંટણી 2020 : હિંસાની આશંકા વચ્ચે કઈ રીતે સુરક્ષા વધારવામાં આવી?

વીડિયો કૅપ્શન, US Election Results 2020 : હિંસાની આશંકા વચ્ચે કઈ રીતે સુરક્ષા વધારવામાં આવી?
પ્રકાશિત

અમેરિકામાં બુધવારે સવારે પણ મતગણતરી ચાલુ છે પરંતુ રાજધાની વૉશિંગટન ડીસીના માર્ગો પર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વિરુદ્ધ પ્રદર્શનો થયાં છે.

અમેરિકાના આગલા રાષ્ટ્રપતિ કોણ હશે એ વિશે હજી કોઈ સ્પષ્ટતા નથી.

જોકે ચૂંટણી પરિણામને લઈને હિંસા થવાની પણ આશંકા વ્યક્ત કરાઈ રહી છે. મંગળવારે મતદાન થઈ રહ્યું હતું ત્યારે અમુક શહેરોમાં દુકાનોને સુરક્ષિત કરતા લોકોની તસવીરો પણ જોવા મળી હતી.

વૉશિંગટન ડીસીમાં મંગળવારની રાત્રે કૅપિટૉલથી માર્ચ કરતા સંખ્યાબંધ પ્રદર્શનકારીઓએ ટ્રાફિક રોકીને ફટાકડા ફોડ્યા હતા.

લોકો સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા, ‘જો અમને ન્યાય નહીં મળે તો તેમને શાંતિ પણ નહીં મળે.’

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો