You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારત અને પાકિસ્તાનમાં મહિલાઓ સામે વધતા જાતીય ગુનાઓ મામલે સરકારો શું કરી રહી છે?
ઉત્તર પ્રદેશના હાથરસ કેસમાં, વિવાદમાં ઘેરાયેલો પીડિતાનો અગ્નિસંસ્કાર અને શોકમાં ડૂબેલો તેમનો પરિવાર, ભારતનું ધ્યાન ફરી એકવાર બળાત્કરના કથિત કેસ તરફ દોરે છે.
જેમ 2012માં દિલ્હીમાં નિર્ભયા કેસ અને 2014માં ઉત્તર પ્રદેશના બદાયુંના એક ગામમાં બે સગીર બાળકીઓ ઝાડ પર લટકતી હાલતમાં મળી આવી હતી.
આ કેસ દેશભરમાં ચર્ચામાં રહ્યા હતા, પરંતુ આ કેસોમાં શું પરિવારને ન્યાય મળ્યો અને ન્યાય મળ્યો તો એ સમયસર મળ્યો?
પાકિસ્તાનમાં મહિલા સામેની હિંસાના આંકડા પણ ચિંતા જન્માવે છે.
શું પાકિસ્તાનમાં દુષ્કર્મ અને હિંસાનો ભોગ બનેલાં મહિલાઓના પરિવારને સમયસર ન્યાય મળે છે?
ભારત અને પાકિસ્તાની સરકારોનો દાવો છે કે મહિલાઓ સાથે થતી જાતીય હિંસા સામે યોગ્ય પગલાં લેવાઈ રહ્યાં છે પરંતુ આંકડાઓ શું કહે છે?
જુઓ, ભારતથી બીબીસી સંવાદદાતા દિવ્યા આર્યા અને પાકિસ્તાનથી શુમાઇલ જાફરીનો રિપોર્ટ.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો