અમેરિકાની ચૂંટણીમાં ગેરકાયદે વસાહતીઓનો મુદ્દો કેટલો મહત્ત્વનો છે?
અમેરિકામાં લગભગ 6 કરોડ નાગરિકોએ વહેલા મતદાનનો લાભ ઉઠાવ્યો છે.
બીબીસીએ એ જાણવા પ્રયાસ કર્યો કે આ ચૂંટણીમાં મતદારો કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને મતદાન કરી રહ્યા છે.
અમેરિકાનો આદર્શવાદ દેશને સ્વર્ગસમો ગણાવે છે પણ હકીકતમાં અમેરિકનો માટે નાગરિક હોવાનો ખરો અર્થ શો છે?
બહારના લોકોને આકર્ષતા વસાહતીઓના આ રાષ્ટ્રમાં ઘણાને લાગે છે કે સૌથી ચર્ચાસ્પદ અને સૌથી મહત્ત્વનો મુદ્દો છે ગેરકાયદે ઇમિગ્રેશનનો છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મૅક્સિકોની સરહદે દીવાલ ચણવાનું વચન આપેલું છે પણ અહીં રહેતા લોકો એને કઈ રીતે જુએ છે?
ઍરિઝોનામાં રહેતા બિલ મૅકડોનાલ્ડનો રૅન્ચ મૅક્સિકોની સરહદથી થોડે જ દૂર આવેલો છે.
ગેરકાયદે ઇમિગ્રેશન અને ડ્રગની તસ્કરી અહીંની મુખ્ય સમસ્યાઓ છે પણ રિપબ્લ્કિન-સમર્થક બિલ આ દીવાલ માટે કરાયેલા કરોડોના ખર્ચને પૈસાની બરબાદી ગણાવે છે.
તેમનું માનવું છે કે દીવાલ ચણી લેવાથી સમસ્યા દૂર નહીં થાય. ગેરકાયદે પ્રવાસીઓ પાસે 'દીવાલને ચીરી નાખતી આરીઓ' હોવાનો બિલનો મત છે.
બીબીસી સાથેની વાતચીતમાં ટ્રમ્પ અંગે વાત કરતાં તેઓ જણાવે છે, "આ બધુ રાજકારણ છે. તેમણે વચન આપ્યું અને તેના માટે કટિબદ્ધ પણ હતા. તેમને લાગે છે કે જો વચન પાળશે તો ફરીથી ચૂંટાઈ જશે."
"હું સરહદ પારથી આવતા લોકોનો સમર્થક નથી પણ અહીં પહેલાંથી રહેતા લોકોને પણ ખાસ પસંદ નથી કરતો."
ઘણા અમેરિકનો ગેરકાયદે પ્રવાસીઓને પસંદ નથી કરતા. જોકે, કેટલાક એવા પણ છે, જે આ પ્રવાસીઓ માટે ભોજન અને પાણીની વ્યવસ્થા કરી આપે છે.
મૅક્સિકોમાંથી સતામણીનો ભોગ બનેલા અને વિસ્થાપિત થયેલા લોકો બાળકો માટે નવા જીવનની આશાએ અમેરિકામાં આવતા હોવાનો પણ એક મત છે.
જીયા જૅલપિનો ‘કૉલિબ્રી સૅન્ટર ફૉર હ્યુમન રાઇટ્સ’ માટે કામ કરે છે.
બીબીસી સાથેની વાતચીતમાં જીયા જણાવે છે, "તેમાં યુવાનો અને વૃદ્ધો એમ બધા હોય છે. પરિવારો હોય છે."
"પોતાના સ્વજનોને શોધતા વ્યાકુળ પરિવારો અમારી પાસે આવે છે. આ દર્દ અને વેદના કલ્પી ન શકાય તેવાં હોય છે."
આ અંગે બીસી સંવાદદાતા ક્લાઇવ માયરીનો વિસ્તૃત વીડિયો અહેવાલ જોવા માટે ઉપર આપેલા વીડિયો પર ક્લિક કરો.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો