બચુદાદા કા ઢાબા : મોરબીના વાઇરલ વીડિયોથી લોકો વૃદ્ધની મદદે આવ્યા

વીડિયો કૅપ્શન, મોરબીમાં આવેલું એ ઢાબુ જ્યાંથી કોઈ ભૂખ્યું જતું નથી
પ્રકાશિત

દિલ્હીના 'બાબા કા ઢાબા' જેવી જ કહાણી મોરબીના બચુદાદા અને એમના ઢાબાની છે. તેમનો વીડિયો વાઇરલ થયો છે અને હવે લોકો મદદ માટે હાથ લંબાવી રહ્યા છે.

મોરબીના સુરત બાગ પાસે રસ્તાની બાજુ પર આ બચુદાદા ઢાબા ચલાવે છે.

બચુદાદા છેલ્લાં 40 વર્ષથી રસ્તા પર આ રીતે સેવાકાર્ય કરે છે. આ સેવામાં તેમનાં પત્નીનો ફાળો ખૂબ જ અગત્યનો છે, પરંતુ ગત વર્ષે જ તેમનાં પત્નીનું નિધન થયું અને બચુદાદા એકલા પડી ગયા.

સેવા કરવાનો અનેક લોકોનો નિયમ હોય છે અને દરેક વ્યક્તિ પોતપોતાની મેળે એનો પ્રયાસ કરતી હોય છે. જોકે, કેટલીક વ્યક્તિઓ સાવ નોખા નિયમથી ધ્યાન ખેંચે છે.

મોરબીમાં આવેલો 'બચુદાદાના ઢાબા' આવી જ એક જગ્યા બની છે.

બચુદાદાનો નિયમ એ છે કે, જેટલું ખાવું હોય એટલું ખાઓ અને પૈસા હોય તો આપો નહીંતર ‘ઉપરવાળો સૌનું ભલું કરે.’

પ્રેમ અને કરુણાથી તરબોળ હૃદયના ઊંડાણમાંથી નીકળતા આ શબ્દો બચુદાદાના જીવનનું સૂત્ર છે.

બચુદાદાની દાતારી મોટી મોટી સલ્તનતોના બાદશાહોને પણ ઝાંખી પાડી દે તેવી છે.

થોડા દિવસો પહેલાં સોશિયલ મીડિયામાં બાબા કા ઢાબાનો વીડિયો વાઇરલ થયો અને જોતજોતામાં વૃદ્ધ દંપતિની મદદે લોકો ક્યાંય ક્યાંયથી આવી પહોંચ્યા.

એ જ રીતે બચુદાદાને મદદ કરવા માટે પણ લોકોએ હાથ લંબાવ્યા છે અને ઠેર-ઠેરથી તેમને મદદ મળી રહી છે.

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો