કોરોના: જેમનાં પર થતો રૂપિયાનો વરસાદ એ હવે રસ્તા પર કપડાં વેચવા મજબૂર

વીડિયો કૅપ્શન, કોરોના: જેમનાં પર થતો રૂપિયાનો વરસાદ એ હવે રસ્તા પર કપડાં વેચવા મજબૂર
પ્રકાશિત

કોરોના વાઇરસને લીધે નાનાથી માંડીને મોટા માણસને પણ આર્થિક ફટકો પડ્યો છે.

ભારતની અર્થવ્યવસ્થા પર મંદ ગતિએ આગળ વધી રહી છે. કોરોનાને પગલે નવરાત્રી સહિતના તહેવારો પર રોક લગાવવામાં આવી છે તો લગ્ન કાર્યક્રમોમાં પણ આંશિક છૂટ છે. આ સ્થિતિમાં કલાકારોની હાલત કફોડી બની છે.

ગુજરાતના ડાયરા કલાકાર અને નવરાત્રીમાં લાખો રૂપિયા કમાનાર મહિલા કલાકાર હવે ગુજરાન ચલાવવાં માટે રસ્તા પર કપડાં વેચી રહ્યાં છે. જોકે, તેઓ કહે છે કે નાના કલાકારોની હાલત તો ઘણી વધારે ખરાબ છે.

વર્ષા બગથરીયા કલાકારોની સ્થિતિનો ચિતાર આપે છે. જુઓ વીડિયો.

વીડિયો: તેજસ વૈદ્ય અને પવન જયસ્વાલ