પેટાચૂંટણી : મોરબી બેઠક પરથી બ્રિજેશ મેરજા ભાજપને તારશે કે ડુબાડશે?

વીડિયો કૅપ્શન, મોરબી બેઠક પરથી બ્રિજેશ મેરજા ભાજપને તારશે કે ડુબાડશે?
પ્રકાશિત

3 નવેમ્બરે યોજાનારી પેટાચૂંટણી પહેલાં મોરબીનું રાજકરણ ગરમાયું છે. પેટાચૂંટણી માટે બીજા ઉમેદવારનું નામ જાહેર થતાં જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ કિશોર ચિખલિયાએ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે અને હવે તેઓ ભાજપમાં જોડાઈ ગયા છે.

ભાજપે મોરબી બેઠક માટે બ્રિજેશ મેરજાની પસંદગી કરી છે. રાજ્યસભાની ચૂંટણી પહેલાં તેમણે કૉંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું અને ભાજપમાં જોડાઈ ગયા હતા.

કૉંગ્રેસે મોરબી વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે જયંતીભાઈ પટેલની જાહેરાત કરી છે.

શું મેરજા ભાજપને આ બેઠક પર તારશ કે ડુબાડશે?

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો