નવરાત્રીમાં નવો ટ્રૅન્ડ, PPE કિટવાળી ચણિયાચોળી સાથે સુરતીઓએ ગરબા લીધા

વીડિયો કૅપ્શન, નવરાત્રીમાં નવો ટ્રૅન્ડ, પીપીઈ કીટની ચણિયાચોળી સાથે સુરતીઓએ ગરબા લીધા
પ્રકાશિત

દુનિયાના સૌથી લાંબા ડાન્સિંગ ફેસ્ટિવલ ગણાતાં નવરાત્રીના તહેવારમાં આ વર્ષે ગરબા નહીં થાય.

કોરોનાના સમયમાં બીમારી વધુ ન ફેલાય એ માટે સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ ગાઇડલાઇન્સ આવી તે પહેલાંથી જ સુરતસ્થિત ફૅશન ડિઝાઇનર્સના વિદ્યાર્થીઓના એક ગ્રૂપે પીપીઈ કિટમાંથી ગરબાના કોસ્ચ્યુમ બનાવ્યા હતા.

તેમણે જાતે પેઇન્ટ કરેલાં અને પીપીઈ કિટમાંથી તૈયાર કરેલાં આ રંગબેરંગી કપડાં હવે સુરત સિવિલ હૉસ્પિટલના કોવિડ કૅર વૉલન્ટિયરને આપવામાં આવશે.

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો