પાકિસ્તાનમાં ઇમરાન ખાનની સરકારને ઉથલાવવા પ્રદર્શનો થઈ રહ્યાં છે?

પ્રકાશિત

પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં ગત મહિને યોજાયેલી મુખ્ય વિરોધ પક્ષોની બેઠક બાદ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

આ બેઠકમાં નાગરિક અને લશ્કરી સંબંધો પર ગંભીર આરોપ લગાવાયો છે.

પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફે વડા પ્રધાન ઇમરાન ખાનને મિલિટરીની કઠપૂતળી ગણાવી દીધા છે. તો સામે ઇમરાન ખાને પણ નવાઝ શરીફ પર આરોપ લગાવતા કહ્યું છે કે તેઓ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સૂરમાં સૂર પુરાવી રહ્યા છે..

પાકિસ્તાન ડેમૉક્રેટિક મુવમેન્ટ નામ હેઠળ નવા રચાયેલા વિરોધ પક્ષોના સંગઠને જાહેરાત કરી છે કે તેઓ ઇમરાન સરકારને ઉથલાવવા પાકિસ્તાનમાં ઠેરઠેર પ્રદર્શનો કરશે.

બીબીસી સંવાદદાતા શુમાયલા જાફરીનો પાકિસ્તાનથી આ ખાસ અહેવાલ.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો