મૅન્ટલ હેલ્થ: કોરોના મહામારીમાં માનસિક રોગીની હાલત કેવી થઈ ગઈ?

પ્રકાશિત

કોરોના વાઇરસની મહામારી અને લૉકડાઉનના પ્રતિબંધને લીધે ગંભીર માનસિક બીમારીથી પીડાતા લોકોનું જીવન વધુ મુશ્કેલ બન્યું છે.

કોરોનાના સમયમાં કેટલાય મનોચિકિત્સકો અને હૉસ્પિટલ્સે પોતાની સેવાઓ રોકવી પડી હતી.

આ બધું ત્યારે બન્યું જ્યારે માનસિક દર્દનો સામનો કરી રહેલા દરદીઓને તેની સૌથી વધુ જરૂર હતી.

પરિણામે ઘણા લોકો હૉસ્પિટલ્સ સુધી ન પહોંચી શકયા, તો કેટલાકની દવા અને કાઉન્સેલિંગ બંધ થઈ ગયું. લૉકડાઉનમાં એકલાપણાને લીધે કેટલાક દરદીઓનાં લક્ષણ વધુ ગંભીર બની ગયાં.

જાણીએ બીબીસી સંવાદદાતા સિન્ધુવાસીનીના અહેવાલમાં.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો