આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચેના સંઘર્ષમાં ભારત કોના પક્ષે?
તુર્કી પહેલાથી જ અઝરબૈજાનનો સાથ આપી રહ્યું છે તો રશિયા હાલ તટસ્થ છે પણ તેનો ઍરબેઝ આર્મેનિયામાં છે.
ઈરાન સાથે આ લડી રહેલા બંને દેશોની સીમા જોડાએલી છે તેથી ઈરાને ચેતવણી આપી છે કે જો આ યુદ્ધને રોકવામાં નહીં આવે તો આ વિસ્તારમાં પ્રાદેશિક યુદ્ધ ફાટી નિકળવાની સંભાવના છે.
દરમિયાન રિપોર્ટ્સ મળ્યા છે કે બૉમ્બ શેલ્સ અને મિસાઇલ ઈરાનનાં સરહદી ગામોમાં પણ નાખવામાં આવ્યાં છે.
ઈરાનના બોર્ડર સિક્યૉરિટી ગાર્ડ્સના કમાન્ડર કાસિમ રિઝાઈએ કહ્યું છે કે તેમની સેના કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા તૈયાર છે.
27 સપ્ટેમ્બરથી શરૂ થએલી આ લડાઈમાં અત્યારસુધી લગભગ 300થી વધુ લોકો માર્યા ગયા છે અને એક લાખ કરતાં વધારે લોકો વિસ્થાપિત થયા છે.
આ બંને દેશો નાગોર્નો-કારાબાખ વિસ્તારના કબજા માટે એકબીજા સાથે લડે છે. અઝરબૈજાન આ વિસ્તાર પોતાનો હોવાનું કહે છે પણ આ વિસ્તાર પર આર્મેનિયન લોકોનું પ્રભુત્વ છે, કારણ કે 1980ના દશકમાં જે યુદ્ધ થયું તેમાં અલગાવવાદી તાકતોએ નાગોર્નો કારાબાખ પર કબજો જમાવ્યો.
એ યુદ્ધમાં ત્રીસ હજાર લોકો માર્યા ગયા હતા અને દસ લાખ લોકો વિસ્થાપિત થયા હતા. ત્યારબાદ 1994માં બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ થયું પણ આ વિસ્તારના કબજાને લઈને સંઘર્ષ જારી છે.
1991માં સોવિયત સંઘ તૂટ્યું અને તેમાંથી 15 દેશો બન્યા જેમાં આર્મેનિયા અને અઝરબૈજાન પણ હતા.


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો