You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોનાના દર્દીઓને લઈ જતાં આ મહિલા ડ્રાઇવર સંક્રમિત થયાં પણ હિંમત ન હાર્યાં
કોરોનાના સમયમાં ઍમ્બ્યુલન્સ ઉપ્લબ્ધ ન થવી એ પણ એક સમસ્યા છે, જેથી મુંબઈ મહાનગરપાલિકાએ નક્કી કર્યું કે સ્કૂલ-બસનો ઉપયોગ ઍમ્બ્યુલન્સ તરીકે કરવામાં આવે.
નિલમ સિંહ કે જેઓ બીએમસી સાથે કૉન્ટ્રેક્ટ પર કામ કરે છે.તેમણે હિંમત દાખવીને આ કામ ઉપાડ્યું. અંધેરીના રહેવાસી નિલમ હંમેશાં ડ્રાઇવિંગ માટે ખૂબ જ ઉત્સાહિત રહે છે.
નિલમ 55 વર્ષનાં છે અને તેઓ 18 વર્ષથી ડ્રાઇવિંગ કરે છે, પાછલાં ચાર-પાંચ મહિનાથી તેઓ કોરોનાના દર્દીઓને લાવવા અને લઈ જવાનું કામ કરે છે.
આ સેવા આપતાં તેઓ અને તેમના પરિવારના લોકો પણ સંક્રમિત થયાં હતાં, તેમને પોતાને પણ કોરોના થયો પણ તેમણે હાર ન માની.
તેમનું કહેવું હતું કે આ સેવા કરતાં-કરતાં લોકોના જે આશીર્વાદ મળે છે, એ અમને બળ પૂરું પાડે છે.
તેઓ જણાવે છે કે એવા સમયે જ્યારે કોઈ કોરોના દર્દી પાસે જવા ન માગતું હોય ત્યારે તેઓ તેમની પાસે જઈ મદદ કરે છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો