દારૂગોળામાંથી સુંદર ચિત્ર બનાવતા તામિલનાડુના યુવાન
પ્રકાશિત
તામિલનાડુના આ યુવાન ચિત્ર બનાવવા માટે ફટાકડાના પાવડરનો ઉપયોગ કરે છે.
વસંતકુમાર કહે છે કે એક વાર મેં આકસ્મિક રીતે ચિત્ર માટે દારૂગોળાનો ઉપયોગ કર્યો અને સારું ચિત્ર તૈયાર થયું હતું.
વસંતકુમાર પહેલાં ચિત્ર દોરે છે અને પછી તેના પર દારૂગોળો મૂકીને આગ ચાંપે છે.
તેણે કહ્યું કે એક વાર કૉલેજમાં સ્પર્ધા વખતે મારી પાસે એક દિવસનો સમય હતો, ત્યારે મને ફટાકડાના દારૂગોળાનો ઉપયોગ કરવાનો વિચાર આવ્યો હતો. મેં ચિત્રમાં દારૂગોળાનો ઉપયોગ કર્યો અને ચિત્ર પણ સરસ તૈયાર થયું.
વીડિયો: મદન પ્રસાદ
રિપોર્ટર: હરિહરન


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો