એક એવું ગામ જ્યાં દીવાલને બ્લૅક-બોર્ડ બનાવી વિદ્યાર્થીઓ ભણે છે
પ્રકાશિત
આ વિદ્યાર્થીઓ પોતાના ઘરની દીવાલોને બ્લૅકબોર્ડ બનાવીને ભણી રહ્યા છે.
ગરીબ બાળકો શિક્ષણથી વંચિત ન રહી જાય એ માટે શિક્ષકે અનોખી પહેલ શરૂ કરી છે.
કોરોના મહામારીના સમયમાં બાળકોને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવીને શિક્ષક ભણાવી રહ્યા છે.
આ માટે શિક્ષકે ગામલોકો અને શિક્ષકો સાથે એક બેઠક કરી હતી અને બેઠકમાં 'શિક્ષણ તમારે ઘરે' નામે એક કાર્યક્રમ શરૂ કર્યો.
ગામમાં એકસોથી વધુ બ્લૅકબોર્ડ દીવાલે તૈયાર કર્યાં છે અને તેમાં વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે.


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો