પાકિસ્તાને ગિલગિટ બાલ્ટિસ્તાનને પોતાનામાં ભેળવી દેવાનું મન કેમ બનાવ્યું?
પ્રકાશિત
પાકિસ્તાનના કાશ્મીર મામલાના સંઘીય પ્રધાનના કહેવા પ્રમાણે અને કેટલાક મીડિયા અહેવાલોના આધારે જાણવા મળ્યું છે કે તેણે ગિલગિટ બાલ્ટિસ્તાનને પોતાનો જ એક પ્રાંત બનાવી લેવાનું મન બનાવી લીધું છે.
અગાઉ પાકિસ્તાન આ પ્રદેશને પોતાની સાથેના જોડાણથી દૂર રહ્યું છે અને તેને હંમેશાં કાશ્મીર સાથેના વિવાદને યુએન અંતર્ગત લાવવાની વકીલાત કરતું આવ્યું છે.
બીજી તરફ ભારત પણ આ વિસ્તારમાં કોઈ પણ ભૌગોલિક ફેરફારનો વિરોધ કરતું આવ્યું છે.
પણ હવે પાકિસ્તાને આ વિસ્તારને કાયમી ધોરણે પોતાનો પ્રદેશ જાહેર કરવાની ગતિવિધિ શરૂ કરી છે.
બીબીસી સંવાદદાતા શુમાયલા જાફરીનો અહેવાલ.


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો