કોરોના મહામારીમાં આઠ મહિનાના ગર્ભ સાથે ફરજ બજાવતાં નર્સ

પ્રકાશિત

કોરોના વાઇરસની મહામારીના ઘણા કોરોના વૉરિયર્સ સામે આવ્યાં છે, એવાં જ છે વડોદરાનાં પલ્લવી.

પલ્લવીને આઠ મહિનાનો ગર્ભ છે અને તેઓ સમા વિસ્તારના અર્બન હેલ્થ સેન્ટરમાં નર્સ તરીકે ફરજ બજાવે છે.

તેમને સ્ટાફનો પણ સપોર્ટ છે અને ફેમિલી પણ મદદ કરે છે. તેઓ કોઈ પણ જાતની બીક વિના આજે પણ નર્સ તરીકે ફરજ બજાવે છે.

પલ્લવી ચાર મહિના ગર્ભ સુધી ફિલ્ડવર્ક પણ કરતાં હતાં, જેમાં તેઓ કોરોના માટે ડોર ટૂ ડોર સર્વે અને કાઉન્સિંગની જવાબદારી સંભાળતા હતાં.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો