You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બાબરી મસ્જિદ વિધ્વંસ ચુકાદો: અડવાણીના નિર્દોષ જાહેર થવા પર શંકરસિંહ વાઘેલાએ શું કહ્યું?
પ્રકાશિત
બાબરી મસ્જિદ વિધ્વંસ મામલે લખનૌની સીબીઆઈની વિશેષ કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરી દીધા છે.
લખનઉમાં સીબીઆઈની વિશેષ કોર્ટે ત્રણ દાયકા બાદ કેસમાં આ કેસમાં લાલ કૃષ્ણ અડવાણી, ઉમા ભારતી, મુરલી મનોહર જોશી, સાધ્વી ઋતુંભરા સહિત 32 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે.
ન્યાયાધીશ સુરેન્દ્રકુમાર યાદવે ચુકાદો વાંચતાં કહ્યું કે આ ઘટના પૂર્વાયોજિત ષડ્યંત્ર નહોતું અને આ ઘટના અચાનક ઘટી હતી.
આ અંગે શંકરસિંહ વાઘેલા સાથે બીબીસી સંવાદદાતા રોક્સી ગાગડેકર છારાએ વાતચીત કરી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો