વિશ્વમાં કોરોના વાઇરસનો મૃત્યુઆંક 10 લાખને પાર

વીડિયો કૅપ્શન, સૌપ્રથમ વાત કોરોના વાઇરસને કારણે મૃતકાંક દસ લાખને પાર થયો છે તેની...
પ્રકાશિત

ચીનમાં આ વાઇરસ દેખાયાને નવ મહિના થયા હવે વિશ્વમાં કુલ મૃતકાંક દસ લાખને પાર થઈ ગયો છે.

સૌથી વધારે મોત અમેરિકામાં અને ત્યારબાદ બ્રાઝિલમાં અને ત્યારપછી ભારતમાં નોંધાયા છે.

જે પ્રકારે સંક્રમણ વધી રહ્યું છે તેના આધારે વિશ્વ આરોગ્ય સંસ્થાએ ચેતવણી આપી છે કે હજુ વધુ દસ લાખ લોકોનાં મોત થઈ થઈ શકે છે.

સંક્રમણ વધવા પાછળનું એક કારણ એ પણ છે કે કેટલાક લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરતા નથી અને માસ્ક પહેરતા નથી. જેને ધ્યાનમાં લઈને ઘણા દેશોમાં હવે નિયમોનો ભંગ કરનારા સામે વધુ દંડાત્મક કાર્યવાહી કરાઈ છે.

ગુજરાતમાં માસ્ક ન પહેરનારા સામે દંડની રકમ વધારીને હજાર કરી દેવાઈ છે.

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો