104 વર્ષની ઉંમરે બાળકોને મફતમાં ભણાવતા શિક્ષક
પ્રકાશિત
ઓડિશાના જાજપુરમાં આ દાદા 75 વર્ષથી બાળકોને એક ઝાડ નીચે ભણાવે છે.
આ દાદા માત્ર બાળકોને જ નહીં પરંતુ વડીલોને પણ સાંજે ભણાવે છે. આ શિક્ષકનું કામ જોઈને ગામવાસીઓ મદદે આવ્યા છે.
આ શિક્ષકે અત્યાર સુધીમાં ક્યારેય કોઈની પાસેથી ભણાવવા માટે પૈસા નથી માગ્યા અને શિક્ષણ કેવી રીતે મેળવવું જોઈએ તેની માહિતી આપે છે.
રોજ સવારે તેમની પાસે અંદાજે 30-40 બાળકો ભણવા માટે આવે છે.


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો