લૉકડાઉનમાં અથાણાંનો વેપાર શરૂ કરી આંત્રપ્રિન્યોર બનેલાં ટ્રાન્સજેન્ડરની કહાણી

પ્રકાશિત

કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા માટે દેશવ્યાપી લૉકડાઉન કરવાની ફરજ પડી હતી, પણ તેની માઠી અસર લોકોના રોજગાર પર પણ થઈ. ખાસ કરીને ટ્રાન્સજેન્ડર્સ પર.

ઘણાં ટ્રાન્સજેન્ડર્સ ભીખ માગીને અથવા તો દેહવ્યાપાર કરીને પોતાની આજીવિકા રળતાં હોય છે.

જોકે લૉકડાઉનમાં કમાણી બંધ થતાં રાપતી જાસ્મીન આન્ત્રપ્રિન્યોર બન્યાં અને અથાણાંનો વેપાર શરૂ કર્યો.

જોઈએ બીબીસી સંવાદદાતા દિપ્તી બાથિનીનો અહેવાલ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો