You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ફરી લૉકડાઉન લાગુ કરનારો ઇઝરાયલ પ્રથમ વિકસિત દેશ
દુનિયામાં કોરોના મહામારીનો પ્રકોપ વધી રહ્યો છે ત્યારે ઇઝરાયલે ફરીથી રાષ્ટ્રવ્યાપી લૉકડાઉનની જાહેરાત કરી છે.
આ સાથે જ વિશ્વનો પહેલો એવો વિકસિત દેશ બન્યો છે, જેણે કોરોના વાઇરસના કેસમાં ફરી ઉછાળો નોંધાતાં લૉકડાઉનનો નિર્ણય લીધો હોય.
પાછલાં ચાર અઠવાડિયાંના લાંબા યહૂદી વેકેશન બાદ શુક્રવારથી લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.
વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ચેતવણી પણ આપી છે કે જો તેમને લાગશે તો તેઓ આ પ્રતિબંધો વધુ કડક કરવામાં ખચકાશે નહીં.
જૉહ્ન હૉપકિન્સ યુનિવર્સિટીના ડેટા પ્રમાણે ઇઝરાયલમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,76,933 છે, જ્યારે મૃત્યુઆંક 1,169 નોંધાયો છે.
અનેક લોકો આ પગલાને અર્થવ્યવસ્થા માટે ગંભીર ગણાવે છે. જુઓ વીડિયો અહેવાલ.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો