ગુજરાતમાં આ વિસ્તાર સજ્જડ બંધ, ફરી લૉકડાઉન જેવો માહોલ

વીડિયો કૅપ્શન, ગુજરાતમાં આ વિસ્તાર સજ્જડ બંધ, ફરી લૉકડાઉન જેવો માહોલ
પ્રકાશિત

રાજ્યના અનેક વિસ્તારોમાં સંક્રમણને પગલે લોકો સ્વયંભૂ બંધ પાડી રહ્યા છે. સાબરકાંઠા જિલ્લામાં પણ કંઈક આવી જ સ્થિતિ છે, જ્યાં છેલ્લા થોડા સમયમાં કોરોનાના કેસોની સંખ્યા ખૂબ જ ઝડપથી વધી છે.

અહીં ખેડબ્રહ્મામાં વેપારી મહામંડળે સ્વયંભૂ બંધ પાડવાનો નિર્ણય કર્યો છે.

આ તરફ પ્રાંતીજના તખતગઢ ગામમાં 12થી વધુ કોરોનાના કેસ આવતાં ગ્રામજનોએ સાત દિવસનું લૉકડાઉન લાગુ કર્યું છે.

આ દરમિયાન અહીંના રસ્તાઓ સૂમસામ ભાસી રહ્યા છે. એટલે સુધી કે ગામમાં બેસવા માટેના બાકડા પણ ઊંધા કરી દેવામાં આવ્યા છે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો