ગુજરાતનું એ ગામ જ્યાં લાઉડસ્પીકરથી આખા ગામને અપાય છે શિક્ષણ

પ્રકાશિત

કોરોના મહામારીને પગલે શિક્ષણકાર્ય સમગ્ર દેશમાં ખોરવાયું છે ત્યારે અનેક ગામોમાં શિક્ષકો અને લોકો આનો તોડ શોધી રહ્યા છે.

બનાસકાંઠા જિલ્લાના પારપડા ગામમાં શાળા બંધ છે, બાળકો પાસે મોબાઇલ-ઇન્ટરનેટની સુવિધા પાંખી હતી, અહીં શાળા બંધ છે પણ શિક્ષણ બંધ નથી.

અહીંના શિક્ષકો અને ગ્રામજનોએ બાળકોને ભણાવવા માટે મળીને કીમિયો અજમાવ્યો છે.

ગામમાં અલગ-અલગ સ્થળોએ લાગેલા લાઉડસ્પીકર દ્વારા શિક્ષકો એમને સવારે 8થી 11 સુધી બાળકોને ભણાવવામાં આવે છે.

જુઓ બીબીસી ગુજરાતીનો વિશેષ અહેવાલ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો