ગુજરાતનું એ કૌભાંડ જેમાં મરી ગયેલા લોકોનાં ખાતાં ખોલી પૈસા ઉઠાવી લેવાયા
પ્રકાશિત
બનાસકાંઠાનાં આ બાલુન્દ્રા ગામ થકી એક મોટું કૌભાડ બહાર આવી રહ્યું છે.
મહાત્મા ગાંધી નેશનલ રૂરલ ઍમ્પોલઈમેન્ટ ઍક્ટ હેઠળ લોકોને 100 દિવસની રોજગારી મળવાપાત્ર હોય છે અને તે માટે લોકોનાં જોબ કાર્ડ કાઢવામાં આવે છે. જોકે બાલુન્દ્રા ગામના લગભગ 800 લોકોની જાણ બહાર તેમનાં જોબ કાર્ડ બની ગયાં હતાં, બેંક ખાતા ખૂલી ગયાં હતાં.
આ ખોટા પુરાવાની મદદથી આ યોજનાના લાભાર્થી ગણાવીને કેટલાક લોકો તેમના નામે પૈસાની ઉચાપત કરી રહ્યા હતા.
આ વિશે વધુ જાણવા માટે અમારા પ્રતિનિધિ રોક્સી ગાગડેકર છારાએ આ ગામની મુલાકાત લીધી. જુઓ વિશેષ અહેવાલ વીડિયોમાં.

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો