You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સુરતની આ રેસ્ટોરાં મહિલા ગ્રાહકોને સેનિટરી પૅડ કેમ આપે છે?
21મી સદીમાં પણ અનેક લોકો સેનિટરી પૅડ્સ અને પિરિયડ્સ જેવા શબ્દો જાહેરમાં બોલતા ખચકાય છે.
સુરતની આ રેસ્ટોરાં આ અંગે કંઈક હટકે કરી રહી છે. આ રેસ્ટોરાંમાં મહિલાઓને ફ્રીમાં સેનિટરી પૅડ આપવામાં આવે છે.
આ રેસ્ટોરાંની ખાસ વાત એ છે કે જો તમે અહીં જમવા ન આવ્યા હોવ તો પણ તમે અહીંથી ફ્રીમાં સેનિટરી પૅડ લઈ શકો છો.
શરૂઆતમાં આ રેસ્ટોરાંમાં 1 સેનેટરી પૅડ માટે 5 રૂપિયા લેવામાં આવતા હતા. પરંતુ બાદમાં તેને બિલકુલ નિશુલ્ક આપવાનો નિર્ણય રેસ્ટોરાંએ કર્યો હતો.
રેસ્ટોરાં દ્વારા આ પહેલ મહિલાઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને કરાઈ છે અને સાથે-સાથે લોકોને જાગૃત કરવાનો પણ ઉદ્દેશ છે.
જુઓ સમગ્ર વીડિયો અહેવાલ.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો