ચામાં એક ચમચી મરી નાખવાથી કોરોના ન થાય? - ફૅક્ટ ચેક

વીડિયો કૅપ્શન, શું કોરોના વાઇરસનો ઉપચાર કાળા મરી છે?
પ્રકાશિત

સોશિયલ મીડિયા પર કોરોના સંક્રમણ અને એની સારવારને લઈને જુદા-જુદા દાવાઓ થઈ રહ્યા છે. તો કોરોના વાઇરસની દવા ક્યારે આવશે તેને લઈને પણ લોકોમાં જિજ્ઞાસા વધી છે.

સોશિયલ મીડિયા પર એક મૅસેજ સતત વાઇરલ થયો છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે કોરોના વાઇરસનો ઘરેલુ ઉપચાર મળી ગયો છે.

બીબીસીના વાચકોએ પણ અમને અમારા ફૅક્ટ ચેક નંબર પર આ મૅસેજ મોકલ્યો અને તેની હકીકત તપાસવા કહ્યું.

આ મૅસેજમાં લખ્યું છે:

"એક સુખદ સમાચાર - અંતગોત્વા પુડ્ડુચેરી યુનિવર્સિટીના એક વિદ્યાર્થીએ કોવિડ -19નો ઘરેલુ ઉપચાર શોધી કાઢ્યો છે. જેને WHOએ પહેલી વારમાં જ માન્યતા આપી દીધી છે."

"તેણે સાબિત કરી દીધું છે કે આ ચાના કપમાં એક ચમચી કાળા મરી, બે ચમચી મધ અને થોડા આદુને સતત પાંચ દિવસ પીવાથી કોરોનાની અસરને સો ટકા સુધી નિવારી શકાય છે."

જાણો આ દાવાઓની હકીકત શું છે?

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો