You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કમલાદેવી ચટ્ટોપાધ્યાય : જેમણે ભારતીય મહિલાઓ માટે રાજકારણનાં દ્વાર ખોલ્યાં
કમલાદેવીનો જન્મ મેંગાલુરુમાં ગૌડ સારસ્વત બ્રાહ્મણ પરિવારમાં થયો હતો.
તેમના પિતા અનંતથૈયા ધારેશ્વર જિલ્લા કલેક્ટર હતા અને પ્રગતિશીલ વિચારો ધરાવતા હતા.
જોકે કમલાદેવીની ઉંમર નાની હતી ત્યારે જ તેમનું અવસાન થયું હતું. આગળ તેમના ઉછેરની જવાબદારી માતા પર આવી પડી હતી.
મહાત્મા ગાંધીએ દાંડીયાત્રાની શરૂઆત કરી ત્યારે મુંબઈથી નમક સત્યાગ્રાહ માટે સાત સભ્યોની ટુકડી બનાવી હતી. તે ટુકડીમાં કમલાદેવી અને અવંતિકાબાઈ ગોખલેને સમાવવામાં આવ્યાં હતાં.
ભારતીય નાટ્ય પરંપરા તથા લલિત કલાઓને પ્રોત્સાહન આપવા માટે કમલાદેવીએ ઇન્ડિયન નેશનલ થિયેટરની સ્થાપના કરી હતી. આગળ જતા તેમાંથી ભારતનું પ્રસિદ્ધ નેશનલ સ્કૂલ ઑફ ડ્રામા બન્યું.
કમલાદેવીના પ્રયાસોને કારણે સંગીત નાટ્ય અકાદમીની સ્થાપના થઈ, જેનાથી આજે પણ ભારતીય ગીતસંગીત અને નૃત્યના સંવર્ધનનું કામ ચાલી રહ્યું છે.
કમલાદેવીને પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણ જેવા પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેમને રેમન મૅગ્સેસે ઍવૉર્ડ પણ મળ્યો હતો.
29 ઑક્ટોબર 1988ના રોજ 85 વર્ષની ઉંમરે તેમનું નિધન થયું હતું. તેમણે કરેલા પ્રદાનને આજે પણ ભૂલવું મુશ્કેલ છે.
આ વિશેષ શ્રેણીની આ પહેલાંની કહાણીઓ વાંચવા માટે ક્લિક કરો:
- રુકૈયા બેગમ : જેમના એક લેખથી હોબાળો થઈ ગયો
- ડૉ મુથુલક્ષ્મી રેડ્ડી : એ મહિલા જેઓ દેવદાસીની પ્રથા સામે જંગે ચડ્યાં
- ચંદ્રપ્રભા સૈકિયાની : જેમના અવાજ પર મહિલાઓએ તોડી પાડી 'પડદાની દીવાલ'
- એ રખમાબાઈ રાઉત જેમણે મહિલાઓને 'લગ્નની ઉંમરની સહમતીનો કાયદો' અપાવ્યો
- એસએસસીનાં પ્રથમ મહિલા અધ્યક્ષ ઇંદરજિત કૌરની કહાણી
- સુગરા હુમાયુ મિર્ઝા : પડદામાં કેદ જિંદગી છોડીને સ્ત્રીઓનો અવાજ બનવાની કહાણી
- અન્ના ચાંડી : ભારતમાં હાઈકોર્ટનાં જજ બનનારા પ્રથમ મહિલા
- અનસૂયા સારાભાઈ : ગુજરાતમાં મજૂરઆંદોલન શરૂ કરનારાં પ્રથમ મહિલા નેતા
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો