You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બાળકોમાં કોરોના વાઇરસનાં અલગ લક્ષણો જોવાં મળ્યાં?
પ્રકાશિત
બાળકોમાં ફેલાતા કોરોના વાઇરસને લઈને નવી માહિતી સામે આવી છે. સંશોધનકર્તાઓને જાણવા મળ્યું છે કે કોરોના વાઇરસનો ચેપ ધરાવતાં બાળકોને બીજાં લક્ષણો પણ હોઈ શકે છે.
પુખ્ત વયના લોકોમાં સતત કફ, તાવ કે પછી સ્વાદ અને સુગંધનો અનુભવ ના થવો જેવાં કોરોના વાઇરસનાં લક્ષણો જોવા મળે છે.
હવે ક્વિન્સ યુનિવર્સિટી બેલફાસ્ટના સંશોધનકારોએ જાણ્યું કે કોરોનાનો ચેપ ધરાવતાં બાળકોમાં ઉધરસ કરતાં ઝાડાં-ઊલટીનાં લક્ષણો વધુ જોવા મળે છે.