બ્રાઝિલમાં જાતીય હિંસા સહન કર્યા બાદ ગર્ભપાત માટે જંગ લડનાર યુવતીની કહાણી

પ્રકાશિત

મલાનિયા ઍમોરિને મહિલારોગ-ચિકિસ્તાની પોતાની કારકિર્દીની શરૂ જ કરી હતી કે તેમનો સામનો એક ટીનેજ પ્રૅગન્નસીના મામલાથી થયો.

13 વર્ષની એક કિશોરી હાથ અને પગથી લકવાગ્રસ્ત હતી. એના પર એના ઘરની પાછળ બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો.

એ વખતે તે છોકરીનાં માતા ઘરના કામકાજમાં વ્યસ્ત હતાં. બ્રાઝીલ એક હૉસ્પિટલમાં તેને ગર્ભપાત માટે લઈ જવામાં આવી. પરંતુ કોઈ પણ ડૉક્ટર તેના માટે તૈયાર ન થયા.

હૉસ્પિટલમાં કોઈ પણ તેને અડવા નહોતા માગતા. તેઓ કહેતા હતા કે તેઓ ગર્ભપાતના વિરુદ્ધમાં છે.

શું છે આ સમગ્ર મામલો, જુઓ આ વીડિયો રિપોર્ટમાં

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો