પાકિસ્તાનમાં કેમ તોડી પાડવામાં આવ્યું હિંદુ મંદિર?

વીડિયો કૅપ્શન, પાકિસ્તાનમાં કેમ તોડી પાડવામાં આવ્યું હિંદુ મંદિર?
પ્રકાશિત

પાકિસ્તાનના કરાચી શહેરના લિયારી વિસ્તારમાં હાલમાં જ એક હનુમાન મંદિર તોડી નાખવામાં આવ્યું. જેના કારણે સ્થાનિક હિંદુઓમાં ભારે ગુસ્સો છે.

સ્થાનિક લોકોનું કહેવું છે કે આ જૂનું મંદિર હતું, જે ભાગલા પહેલાં બન્યું હતું. પરિસરમાં રહેતા લોકોનું કહેવું છે કે કૉન્ટ્રાકટરે વચન આપ્યું હતું કે નવું બાંધકામ કરતી વખતે મંદિરને હટાવવામાં નહીં આવે.

પોલીસે હવે આ જગ્યાને સીલ કરી દીધી છે અને સ્થાનિક પ્રશાસને આ મામલાની તપાસ માટે એક કમિટીની નિમણૂક કરી છે. બીબીસી માટે કરાચીથી શુમાઇલા ખાનનો રિપોર્ટ.

કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો