સુરતમાં પોલીસ સ્ટેશનમાં પાણી ઘૂસ્યાં, પાર્ક કરેલાં વાહનો ડૂબી ગયાં

પ્રકાશિત

સુરતમાં થયેલા ભારે વરસાદને કારણે હવે સચીન જીઆઈડીસીમાં આવેલા પોલીસ સ્ટેશનમાં પણ પાણી ઘૂસી ગયાં છે. અહીં પાર્ક કરેલાં વાહનો ડૂબી ગયાં હતાં.

સુરતમાં અવિરત વરસી રહેલા વરસાદે અને સાથે કોરોના વાઇરસની મહામારીએ સ્થિતિ વધારે કપરી બનાવી દીધી છે.

પાણી પોલીસ સ્ટેશનમાં ઘૂસતાં અહીંના કર્મચારીઓ પાણીને બહાર કાઢવામાં લાગી ગયા હતા. છેલ્લાં બે અઠવાડિયાંથી સુરત ભારે વરસાદનો સામનો કરી રહ્યું છે.

આ વર્ષે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં બે મહિનાથી વરસાદ પડી રહ્યો છે. જેના કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

સુરતના લિંબાયત વિસ્તારમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ ઊભી થતાં હજારો લોકોને તેની અસર થઈ હતી. કેટલાક વિસ્તારોમાં લોકોને હોડી લઈને બહાર કાઢવાની નોબત આવી હતી.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો