You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોનાનો ચેપ અટકાવવા માટે આશાવર્કરો કેવાં જોખમ ખેડે છે?
ભારતમાં કોરોના વાઇરસ સામેની લડતમાં લાખો મહિલા સ્વાસ્થ્યકર્મીઓ એવાં છે જે પગપાળા સૈનિકો સમાન છે. જોકે તેઓ લાંબા સમયથી સારા પગાર અને સારી સુવિધાની માટે સંઘર્ષ કરી રહ્યાં છે.
મહામારીને કાબૂમાં લેવાના અભિયાન દરમિયાન પણ તેમના પર હુમલા પણ કરવામાં આવ્યા.
દેશનાં 10 લાખ આશાવર્કરોમાંથી 6-7મી ઑગસ્ટે છ લાખ આશાવર્કરો હડતાળ પાડી હતી, કેમ કે છેલ્લા ચાર મહિનાથી તેમને પગાર નહોતો મળ્યો.
આ આશાવર્કરો કોરોના વાઇરસને અટકાવવા માટે સઘન પ્રયાસ કરી રહ્યાં છે, જેથી સંક્રમણ ગામડાંમાં ન ફેલાય. પણ બીજી બાજુ તેમના માટે જ સુરક્ષાસાધનો અને સુવિધાઓની અછત છે.
વળી, ગામોમાં જેમને તેઓ બચાવવા માગે છે તેવા જ લોકો તેમના પર હુમલો કરી રહ્યા છે. આશાવર્કર ઘણી પડકારજનક સ્થિતિમાં પોતાનું કામ કરી રહ્યાં છે.
આશાવર્કરોની પરિસ્થિતિનો ચિતાર આપતો બીબીસી સંવાદદાતા અનઘા પાઠકનો આ અહેવાલ જુઓ વીડિયોમાં.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો