IPL 2020 : ડ્રીમ 11 બન્યું ટાઇટલ સ્પોન્સર પણ ચીન સાથેનું કનેક્શન શું છે?

વીડિયો કૅપ્શન, IPL 2020 : ડ્રીમ 11 બન્યું ટાઇટલ સ્પોન્સર પણ ચીન સાથેનું કનેક્શન શું છે?
પ્રકાશિત

ભારત અને ચીન વચ્ચેના વણસી રહેલા સંબંધો વચ્ચે વર્ષ 2020ની ઇન્ડિયન પ્રિમિયર લીગ માટેની સ્પોન્સરશીપ ડ્રીમ 11ને મળી ગઈ છે.

ડ્રિમ 11 ફેન્ટસી ગેમિંગ પ્લૅટફૉર્મ છે. આ પહેલાં વીવો આઇપીએલનું ટાઇટલ સ્પોન્સર હતું. જોકે ગલવાન ઘાટીમાં ભારત અને ચીન સેના વચ્ચે થયેલા ઘર્ષણ બાદ ચીની કંપનીનો વિરોધ શરૂ થયો છે.

જેને જોતા વીવોનો 440 કરોડનો કરાર આ વર્ષે સ્થગિત કરવામાં આવ્યો અને ડ્રીમ 11ને આ તક મળી.

ડ્રીમ 11એ સાડા ચાર મહિનાના કરાર માટે 222 કરોડ રૂપિયાની બોલી લગાવી છે. જોકે, આ કંપનીમાં પણ ચીનનું રોકાણ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

જાણો સમગ્ર અહેવાલ વીડિયોમાં.

ગ્રાફિક્સ
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો