You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના વાઇરસ સંક્રમણ મામલે સામે આવી આ ખુશખબર
સંક્રામક રોગોના એક પ્રમુખ વિશેષજ્ઞનું કહેવુ છે કે યુરોપ, ઉત્તર અમેરિકા અને એશિયાના અમુક ભાગમાં કોરોના વાઇરસમાં મ્યુટેશન જોવા મળી રહ્યુ છે.
મ્યુટેશન એટલે વાઇરસના જીનમાં જે ફેરફાર જોવા મળી રહ્યો છે તે. વિશેષજ્ઞનું કહેવું છે કે મ્યુટેશન મુજબ તે વધુ સંક્રામક હોઈ શકે છે. પરંતુ તે ઓછા જીવલેણ વર્તાઈ રહ્યો છે. વાઇરસનું વધુ સંક્રામક પરંતુ ઓછું ઘાતક હોવુ સારી વાત છે.
તેમણે કહ્યુ કે વાઇરસ જેમ જેમ મ્યુટેટ કરે છે મતલબ જેમ જેમ એમના જીનમાં ફેરફાર આવે છે તેમ તેમ તે ઓછા ઘાતક થતા જાય છે. એમનુ કહેવુ હતુ કે એ વાઇરસના હિતમાં હોય છે કે તે વધુમાં વધુ લોકોને સંક્રમિત કરે પરંતુ એમને મારે નહીં. કેમકે વાઇરસ ભોજન અને સહારા માટે લોકો પર જ નિર્ભર કરે છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યુ છે કે વૈજ્ઞાનિકોએ ફેબ્રુઆરીમાં જ આ બાબત શોધી લીધી હતી કે કોરોના વાઇરસમા મ્યુટેશન થઈ રહ્યુ છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો