You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જૂનાગઢ લેવાના ચક્કરમાં પાકિસ્તાને કેવી રીતે કાશ્મીર ગુમાવ્યું હતું?
પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને જૂનાગઢને પાકિસ્તાનનો હિસ્સો ગણાવતાં વિવાદ થયો છે. જૂનાગઢનું ભારત સાથે જોડાણ 15 ઑગસ્ટે નહીં પણ 9 નવેમ્બર, 1947ના રોજ થયું હતું.
તેથી જૂનાગઢનો સ્વાતંત્ર્યદિવસ 9 નવેમ્બર ગણાય છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ગૂંચવાયેલા જૂનાગઢને આઝાદી અપાવવા માટે આરઝી હકૂમતની રચના થઈ હતી.
આરઝી હકૂમતની લડત બાદ જૂનાગઢ ભારતનો હિસ્સો બન્યું હતું. ભારત અને પાકિસ્તાનના રાજકીય ઇતિહાસની જ્યારે ચર્ચા થાય છે ત્યારે જૂનાગઢની સ્વાતંત્ર્ય ચળવળની અચૂક નોંધ લેવાય છે.
ભારત આઝાદ થયું અને રજવાડાઓનું વિલીનીકરણ થઈ રહ્યું હતું ત્યારે જૂનાગઢમાં નવાબ મહાબત ખાન ત્રીજાનું શાસન હતું.
5 ઑગસ્ટ, 1947ના રોજ ભારતમાં લોકો સ્વતંત્રતાની ઉજવણી કરી રહ્યા હતા ત્યારે જૂનાગઢની પ્રજા ગૂંચવણમાં હતી કેમ કે એ દિવસે જૂનાગઢનું નવા બનેલા દેશ પાકિસ્તાન સાથે જોડાણ કરવામાં આવ્યું હતું.
જાણો જૂનાગઢ, કાશ્મીર અને હૈદરાબાદ માટે ભારત પાકિસ્તાન વચ્ચે ઇતિહાસમાં જે બન્યું તે....
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો