નરેન્દ્ર મોદીના કહેવા પછી જ ગુજરાતમાં કોરોના ટેસ્ટિંગ કેમ વધ્યું?

વીડિયો કૅપ્શન, નરેન્દ્ર મોદીના કહેવા પછી જ ગુજરાતમાં કોરોના ટેસ્ટિંગ કેમ વધ્યું?
પ્રકાશિત

ગુજરાતમાં કોરોનાની શરૂઆત થઈ ત્યાંથી ટેસ્ટિંગની સંખ્યા ચર્ચાનો મુદ્દો રહી છે. જોકે, 11 ઑગસ્ટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટેસ્ટિંગ વધારવા ટકોર કરી અને એ સાથે રાજ્યમાં પહેલીવાર વિક્રમજનક કોરોના ટેસ્ટિંગનો સંયોગ રચાયો.

11 ઑગસ્ટે રાજ્યો સાથેની બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બિહાર, ગુજરાત, ઉત્તર પ્રદેશ, તેલંગણા જેવા પ્રભાવિત રાજ્યોમાં વધારે ટેસ્ટ કરવાની વાત કરી હતી.

મોદીના સંબોધન બાદ રાજ્યનાં સ્વાસ્થ્યમંત્રી અને ઉપમુખ્ય મંત્રી નીતિનભાઈ પટેલે રાજ્યમાં બુધવારથી દરરોજ 50 હજાર સુધી કોરોના ટેસ્ટ કરવાની જાહેરાત કરી છે.

કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો