સુપ્રીમ કોર્ટે મહિલાઓને પૈતૃક મિલકતમાં સમાન હક આપતા ચુકાદામાં શું કહ્યું?
દીકરી હંમેશા પ્રેમાળ દીકરી જ રહે છે, પુત્ર તો માત્ર લગ્ન સુધી જ પુત્ર રહે છે. સમાન વારસદાર હોવું એ દીકરીનો જન્મ સિદ્ધ અધિકાર છે - આ ટિપ્પણી છે દેશના સર્વોચ્ચ ન્યાયાલયની જેણે પૈતૃક સંપત્તિમાં પુત્રીઓની ભાગીદારી અંગે મહત્વનો ચુકાદો આપ્યો છે.
સુપ્રીમ કોર્ટે હિંદુ પરિવારની પૈતૃક સંપત્તિની ભાગીદારીમાં પુરુષોની પ્રાથમિકતાને ખતમ કરી દીધી છે. કોર્ટે હિંદુ ઉત્તરાધિકાર (સુધારા) કાયદા સંદર્ભેના એક ચુકાદામાં સ્પષ્ટ કરી દીધું છે કે દીકરીઓને પિતા, દાદા અને પરદાદાની સંપત્તિમાં પુત્ર જેટલા જ અધિકાર રહેશે.
જોકે કોર્ટે આ આદેશને સ્પષ્ટ કરતાં એમ પણ કહ્યું કે કોઈ પણ પુત્રી એ પૈતૃક સંપત્તિ પર દાવો નહીં કરી શકે જેની વહેંચણી 2004 પહેલાં થઈ ગઈ હોય.
જાણો સુપ્રીમ કોર્ટના ચુકાદાની ખાસ વાતો વીડિયોમાં.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો