You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કેરળ : ભારે ભૂસ્ખલનથી 15નાં મૃત્યુ, કેટલાય દટાયા
પ્રકાશિત
કેરળના ઈડુક્કી જિલ્લામાં થયેલા એક ભીષણ ભુસ્ખલનથી ઓછામાં ઓછા 15 લોકોનાં મૃત્યુ થયાં છે. જ્યારે 60 લોકોની કોઈ ભાળ નથી મળી રહી. આશંકા સેવાઈ રહી છે કે કમસે કમ 60 લોકો હજુ પણ દબાયેલા છે.
કેરળના મુખ્ય મંત્રી પિનારઈ વિજયને જણાવ્યું છે કે અત્યાર સુધી 15 લોકોનાં મૃત્યુની પુષ્ટિ કરાઈ છે, જ્યારે 50 લોકોને બચાવી લેવાયા છે.
આ દુર્ઘટના પ્રવાસીઓ માટે પ્રખ્યાત શહરે એવા મુન્નારના રાજામલઈ વિસ્તારમાં ઘટી છે.
કેરળના મહેસૂલમંત્રી ઈ. ચંદ્રશેખરે આને ‘મોટી ત્રાસદી’ ગણાવી છે. તેમણે એવું પણ કહ્યું છે કે હજુ પણ લોકો ખડકો અને કાદવમાં દબાયેલા છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો