કોરોના વાઇરસ : શું ઈરાન કેસના આંકડા છૂપાવી રહ્યું છે?

પ્રકાશિત

બીબીસીએ કરેલા એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે ઈરાનમાં કોરોના વાઇરસના કારણે જેટલા મૃતકોની સંખ્યા સરકાર બતાવી રહી છે તેના કરતા ઘણી વધારે છે.

એક વ્હિસલબ્લોઅરે બીબીસીને જે મેડિકલ રેકૉર્ડ્સ આપ્યા તે પ્રમાણે ઈરાનમાં કુલ 42 હજાર લોકોનાં મોત થયાં છે જ્યારે ઔપચારિક આંકડો માત્ર 14,405નો જ છે.

આ અંગે ઈરાનના આરોગ્ય મંત્રાલયનું કહેવું છે કે તેમણે કોઈ આંકડા છૂપાવ્યા નથી અને તે વિશ્વ આરોગ્ય સંસ્થાને જે રિપોર્ટ્સ આપે છે તેમાં ક્યાંય ચૂક થઈ નથી. જુઓ બીબીસી પર્શિયનના સંવાદદાતા બેહરાંગ તેહજદીનનો આ રિપોર્ટ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો