You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અયોધ્યા : રામમંદિરની વાત બંધ કરવા મારી પર આરએસએસનું દબાણ હતું - ડૉ. પ્રવીણ તોગડિયા
5 ઑગસ્ટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યામાં રામમંદિરનું ભૂમિપૂજન કરશે ત્યારે 1990ના દાયકામાં રામમંદિરની આગેવાની લેનાર વિશ્વ હિંદુ પરિષદના નેતા ડૉ. પ્રવીણ તોગડિયાને આમંત્રણ આપવામાં આવ્યું નથી.
5 ઑગસ્ટે મંચ પર વડા પ્રધાનની સહિત ફક્ત 5 લોકો બિરાજશે જેમાં આરએસએસના વડા મોહન ભાગવતનો સમાવેશ થાય છે.
સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ડૉ. પ્રવીણ તોગડિયાએ બીબીસી ગુજરાતીને આપેલી એક મુલાકાતમાં કહ્યું હતું કે, "આજે મને આંદોલનમાં આટલા બધા લોકોએ કેમ પ્રાણ ગુમાવવા પડ્યા એ વાતનું દુ:ખ થઈ રહ્યું છે. એક જ માતાનાં બે સંતાન, કોઠારી બંધુઓ, ગોધરાના રેલવે સ્ટેશન પર 59 લોકોએ કેમ જીવ ગુમાવવા પડ્યા, કારણ કે આંદોલન કરાયું હતું."
એમણે કહ્યું હતું કે, જો રામમંદિર કોર્ટના ચુકાદાથી જ બનાવવાનું હતું તો આટલા મોટું આંદોલન કરત નહીં, લોકોનાં જીવ જાત નહીં. એ વખતે વચન આપ્યું હતું કે અમારી સરકાર આવશે એટલે સંસદમાં કાયદો બનાવીશું પણ ટ્રિપલ તલાકનો કાયદો બન્યો, રામમંદિરનો નહીં.
ડૉ. પ્રવીણ તોગડિયાએ બીબીસી સાથેની મુલાકાતમાં કહ્યું આ વાત કરી એટલે મારી પર આરએસએસનું દબાણ આવ્યું. મેં કહ્યું હિંદુઓ સાથે દગો નહીં કરું. તમને છોડી દઈશ, રામને નહીં છોડું.
બીબીસી ગુજરાતીએ રામમંદિર આંદોલન અને 5 ઑગસ્ટના કાર્યક્રમને લઈને નેક સવાલ ડૉ. પ્રવીણ તોગડિયાને કર્યા.
તો શું ભાજપે રાજનૈતિક લાભ માટે રામમંદિરનો ઉપયોગ કર્યો? શું મંદિરના ભૂમિપૂજનમાં નરેન્દ્ર મોદીની હાજરી યોગ્ય છે? વડા પ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યામાં રામમંદિર માટે જઈ રહ્યા છે તો શું તેઓ સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ બનનારી અયોધ્યાની મસ્જિદ માટે પણ જશે?
9 નવેમ્બર 1979ના રોજ રામમંદિરનો શિલાન્યાસ કેવી રીતે થયો હતો અને જો શિલાન્યાસ થઈ ગયો છે તો 5 ઑગસ્ટનો કાર્યક્રમ શું છે?
તમે પોતે ડૉક્ટર છો તો કોરોના મહામારીને સમયે આ પ્રકારનો કાર્યક્રમ યોજવો શું યોગ્ય ગણાય?
આવા અનેક સવાલોને લઈને બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્યે ડૉ. પ્રવીણ તોગડિયા સાથે વાતચીત કરી. જુઓ સમગ્ર મુલાકાત વીડિયોમાં.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો