You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ટ્રિપલ તલાક કાનૂન : એક વર્ષમાં મુસ્લિમ મહિલાઓની સ્થિતિ કેટલી બદલાઈ?
ટ્રિપલ તલાકને ગેરમાન્ય ગણાવતો કાયદો પસાર થયાને એક વર્ષ વીતી ગયું.
ઘણાં વિપક્ષી દળો અને સામાજીક સંગઠનોએ એમ કહીને તેનો વિરોધ કર્યો હતો કે આનાથી પતિને જેલમાં મોકલવાની જોગવાઈનો દુરુપયોગ થશે અને આનાથી પત્નીની ભરણપોષણની રકમ મળવી પણ મુશ્કેલ થઈ જશે.
ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ અનુસાર આ કાયદો મુસ્લિમ પર્સનલ લૉમાં દખલગીરી કરે છે.
તેમના સહિત સુપ્રીમ કોર્ટમાં આ કાયદાના વિરોધમાં 20 અરજીઓ દાખલ કરવામાં આવી છે.
રાજનીતિ અને કાયદાકીય દલિલની સાથે બીજો પ્રશ્ન એ પણ થાય કે આ કાયદાની મદદથી મુસ્લિમ સમાજમાં કેટલો ફેરફાર આવ્યો અને શું મહિલાઓનું જીવનમાં સુધારો આવ્યો ખરો?
બીબીસી સંવાદદાતા દિવ્યા આર્યનો અહેવાલ.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો