કોરોના વાઇરસ ગુજરાતના ગામડાંઓમાં કેવી રીતે ફેલાયો?
ગુજરાતમાં પહેલો કેસ 19મી માર્ચે નોંધાયો હતો. 15 એપ્રિલના રોજ કુલ કેસોની સંખ્યા 695 હતી અને આ વાઇરસ ગુજરાતના કુલ 22 જિલ્લાઓમાં પ્રસરેલો હતો.
19 મેની વાત કરવામાં આવે તો ગુજરાતના 34 જિલ્લાઓમાં આ વાઇરસે તેની હાજરી નોંધાવી દીધી હતી અને કુલ કેસોની સંખ્યા 12141 થઈ ગઈ હતી.
છેલ્લા 30 દિવસની સરેરાશ લઈએ તો જોઈ શકાય છે કે રાજ્યના 8 મુખ્ય શહેરોની સરખામણીએ અન્ય વિસ્તારોમાં વાઇરસે કેર મચાવ્યો છે.
એક અહેવાલ પ્રમાણે આ ત્રીસ દિવસોમાં 58 ટકા કેસો 8 મોટા શહેરોમાં આવ્યા છે અને 42 ટકા કેસો અન્ય વિસ્તારોમાં આવ્યા છે.
મૃતકાંકની જો વાત કરવામાં આવે તો છેલ્લા 30 દિવસોમાં 67 ટકા મૃત્યુ 8 મોટા શહેરી વિસ્તારમાં થયા છે જ્યારે કે અન્ય વિસ્તારોમાં થનારા મોત ની ટકાવારી 33 હતી.
જુઓ કોરોના વાઇરસની ગ્રામીણ ગુજરાતની સ્થિતિનો અહેવાલ વીડિયોમાં.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો