એ જગ્યા જ્યાં લગ્ન માટે યુવતીઓનું અપહરણ કરાય છે
ઇન્ડોનેશિયાના અધિકારીઓ સુદૂર દ્વીપ સુંબામાં પ્રચલિત એક વિવાદિત પ્રથાને ખતમ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
આ પ્રથા દુલહનના અપહરણની છે. મહિલાઓનાં અપહરણના વીડિયો સામે આવ્યા પછી આ હિલચાલ પર લગામ કસવા માટે દેશમાં ચર્ચા શરૂ થઈ છે.
દુલહનનું અપહરણ અથવા 'કાવિન ટાંગકાપ' સુંબાની એક વિવાદાસ્પદ પ્રથા છે. આ પ્રથા ક્યાં જન્મી એને લઈને વિવાદ ચાલે છે.
આ પ્રથામાં લગ્ન કરવા ઇચ્છતા પુરુષોના પરિવારજનો કે મિત્રો મહિલાઓને બળજબરી ઉપાડી જાય છે. મહિલાઅધિકાર માટે કામ કરતાં સંગઠનો લાંબા સમયથી આ કુરીતિ પર રોક લગાવવાની માગ કરી રહ્યાં છે.
એમ છતાં સુંબાના કેટલાક ભાગોમાં આ પ્રથા હજુ ચાલુ છે. સુંબા ઇન્ડોનેશિયાનો એક દ્વીપ છે.
જોકે, અહીં બે મહિલાઓનાં અપહરણની ઘટના વીડિયોમાં કેદ થઈ અને સોશિયલ મીડિયા પર મોટા પ્રમાણમાં શૅર કરાયા બાદ કેન્દ્ર સરકાર હરકતમાં આવી છે અને આના પર કડકાઈથી લગામ કસવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો